અચાનક મળ્યો છે ફોટો તમારો,
હજી પણ ગળ્યો છે ફોટો તમારો.
હજી પણ ગળ્યો છે ફોટો તમારો.
જરા આંખ ભીની થૈ ગૈ અમારી,
તરત ખળભળ્યો છે ફોટો તમારો.
ઘણીયે મીઠી કૈં યાદો ની સાથે,
અમે સાંકળ્યો છે ફોટો તમારો.
અમારી નજરમાં કાયમ નવો છે,
ભલેને જળ્યો છે ફોટો તમારો.
ઉદાસી ગઝલમાં ભરપૂર આપી,
ગજબનો ફળ્યો છે ફોટો તમારો.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો