દિલ હૈ કિ માનતા નહીં
એને ફૂલ સુંઘાડોતોય ઉદાસ
એને કાંટો ચૂભાડો તોય ઉદાસ
એને ફોટો બતાવો તોય ઉદાસ
અને ફોટો છૂપાડો તોય ઉદાસ
એને તાન ચડાવો તોય ઉદાસ
એને લાડ લડાવો તોય ઉદાસ
ભૂત વળગ્યું છે એને ઉદાસીનું
ધૂપ દીપ ભૂવા ડાકલાં..
કંઈ કામ નહીં આવે...
ઘૂંટ પર ઘૂંટ લગાવ્યા કરો
જગજીત ચિત્રા, ગુલામઅલી
મહેંદીહસન, ફરીદાખાનમ
ગાઈ ગાઈને થાકી જશે
પણ
દિલ હૈ કિ માનતા નહીં
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો