બહુ અધૂરપ રહી ગઈ છે જિંદગીમા,
કોની ઊણપ રહી ગઈ છે જિંદગીમા.
કોની ઊણપ રહી ગઈ છે જિંદગીમા.
આવકારો તો મળે છે આજ પણ,
એજ સારપ રહી ગઈ છે જિંદગીમા.
કોણ જાણે આ નજર ઉઠતી નથી ક્યાંય,
કોઈ ભોંઠપ રહી ગઈ છે જિંદગી માં.
આયના તો સાવ ચોખ્ખા રાખ્યાં અમે,
કેમ ઝાંખપ રહી ગઈ છે જિંદગીમા?
રાફડામાં સળવળતી યાદ સહુ,
સર્પ માફક રહી ગઈ છે જિંદગીમા.
વિનોદ નગદિયા (આનંદ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો