શનિવાર, નવેમ્બર 04, 2023

સહેલું નથી

એમ કંઈ નિભાવવું સહેલું નથી,

જિંદગીભર ચાહવું સહેલું નથી.


હાયકારો હોય હૈયામાં છતાં,

સ્મિત હોઠે લાવવું સહેલું નથી.


એક બીજા નું જતન કરવા છતાં,

એક બીજાને પામવું સહેલું નથી.


બાગ તો જાણે સજાવી લે બધાં,

પુષ્પ ને સંવારવું સહેલું નથી.


સામનો તો સહુ કરે છે હાલનો,

ધૈર્ય થી દીપાવવું સહેલું નથી.


વિનોદ નગદિયા  (આનંદ)








.

ટિપ્પણીઓ નથી: