વર્તમાન, અતીત
પલાળી ગયો
❤️❤️❤️
આ વરસાદ
મને કાગડો કરે
રાત પલળે
❣️❣️❣️
ખતરનાક
વરસાદ પડે છે
આ એકાંતમા
💔💔💔
વિનોદ નગદિયા (આનંદ)
મનગમતા ગુજરાતી ગીતો તથા શેર શાયરી ની રસલ્હાણ.
❤️❤️❤️
આ વરસાદ
મને કાગડો કરે
રાત પલળે
❣️❣️❣️
ખતરનાક
વરસાદ પડે છે
આ એકાંતમા
💔💔💔
વિનોદ નગદિયા (આનંદ)
કોણ જાણે લાગમાં કોને ખબર,
બગ ભગત ને કોનું કોનું ધ્યાન છે.
રંગ પાક્કો હાથમાં લઈને ફરે,
આ બકાની આંખમાં તોફાન છે.
વિનોદ નગદિયા (આનંદ)
સાક્ષી બની જોયા કરું લીલા સકળ,
મારો એવો સ્વભાવ વધતો જાય છે.
ખાલી થયેલા હાથમાં ખાલી ચડે,
શું ઊર્મિ નો અભાવ વધતો જાય છે?
કારણ વિના પણ આંખથી અમરત વહે,
એવો હવે બનાવ વધતો જાય છે.
"આનંદ" આખર કેમ ના આવે ભલા,
હર ઘાવનો રૂઝાવ વધતો જાય છે.
"આનંદ" નો સાચો અરથ સમજાય છે,
ભીતરમાં ભગવો ભાવ વધતો જાય છે.
વિનોદ નગદિયા (આનંદ)
હશે સિલવટો ની મજબૂરી કોઈ,
લોહી સેજમાં પણ હશે તો હશે.
હજી પણ હથેળી આ દાજી રહી,
જીવનભરનું બળતણ હશે તો હશે.
નથી કોઈ મળતું અચાનક અહીં,
ગયા ભવનું તારણ હશે તો હશે.
ગઝલમાં ન ભીનાશ લાવો કદી,
પલળતું કોઈ જણ હશે તો હશે.
વિનોદ નગદિયા (આનંદ)
હતા દાખલા કંઈક આંસુ ભર્યા,
જીવન ના વિષય ને ન માણી શક્યા.
મળ્યા તો મળ્યા સાવ અંગત સામે,
અમે પણ વિજય ને ન માણી શક્યા.
પ્રણયના વમળમાં તણાયા ભલે,
કદી પણ વલય ને ન માણી શક્યા.
સદા ખેલ "આનંદ"ખેલી લીધાં,
કોઈના પ્રણયને ન માણી શક્યા.
વિનોદ નગદિયા (આનંદ)
ભૂલી શક્યો છું ક્યાં કદી,
કેવાં નયનમાં જળ હતાં.
શ્વાસો ય એના સાથમાં,
હરદમ હતાં હર પળ હતાં.
કોના હતાં ને ક્યાં ખર્યા,
કંઈ ઓરતાં ના ફળ હતાં.
અંધાર છો ઘેરો હતો,
"આનંદ" તો ઝળહળ હતાં.
વિનોદ નગદિયા (આનંદ)
હાથમાં જો હાથ રાખી ચાલવા માંડો તમે સતત,
મંઝિલો સહુ આપમેળે દોડી આવે એમ પણ બને.
પુષ્પને તો ક્યાં પડી પણ હોય છે એની સુગંધની,
પણ હવા તો નામ એનું જ ચગાવે એમ પણ બને.
આપણે તો સ્પર્શના ભૂખ્યા હતા,પામ્યા ઘણાં છતાં,
સ્પર્શ કોઈ હાથને પણ ખૂબ ભાવે એમ પણ બને.
ક્યાં હશે "આનંદ" આખર શોધતા રહેશે બધા સદા,
ભીતરે સંતાઈ એ થપ્પો લગાવે એમ પણ બને.
વિનોદ નગદિયા (આનંદ)
ગમે ત્યાં અમે આમ સ્વસ્થ જ મળશું,
તમે સામે આવોને ટાણે કટાણે.
હશે બેવફાઈ જરા થોડી થોડી,
બધે કાં ગણાવોને ટાણે કટાણે!
ન આંખો માં લાવો ન હોઠે ચડાવો,
ઉભરતા અભાવોને ટાણે કટાણે.
ઉદાસી તો "આનંદ" છલકી ઉઠે છે,
વિના કોઈ કારણ ટાણે કટાણે.
વિનોદ નગદિયા (આનંદ)
વહેલી સવારે દીવાનખંડ માં મારા ટેબલ પર રાખેલ લેપટોપ ખોલી ને ડિજીટલ સમાચાર પત્રો વાંચી રહ્યો હતો, ત્યાં નજર મારી બારી પર ગઈ. એક પતંગિયું બારી ની જાળી પર આવીને બેઠું હતું, રંગબેરંગી. બેહદ સુંદર. ટગર ટગર એને નીરખતાં વિચાર કરતો હતો કે જાળી ની બહાર છજા પર આટલા બધા કુંડા છે અને કેવાં સરસ ફૂલો ખીલ્યાં છે પણ આ પતંગિયું જાળી પર બેસીને શું કરતું હશે !
ત્યાં જ શ્રીમતીજી ટ્રેમા મઘમઘતી ચા અને સાથે થોડો નાસ્તો લઈને આવ્યાં. ટેબલ પર ટ્રે મૂકી અને પોતે પણ ખુરસી ખેંચીને બાજુમાં બેસી ગયા.
પતંગિયું ઉડીને ફૂલ પર બેસી ગયું .
વિનોદ નગદિયા (આનંદ)
સંયમ તણી આ ગાંઠ ને છેડો નહીં તમે,
મખમલ સમી સહુ લાગણી ઢોળાઈ જાય છે.
ડાઘાં પડે જે દિલ ઉપર કોઈની હાયથી,
બે ચાર આંસુઓથી કયાં ધોવાઈ જાય છે !
સપના અમારા આમતો બહુ સાવધાન છે,
પણ આ નગરમાં હાલતાં ખોવાઈ જાય છે.
છાતીના પાટીયા જો બહુ ભીંસાઈ જાય છે,
કોઈ ગઝલ તો ગેસ થઇ ઊભરાઈ જાયછે.
અવસાદની ગઝલો લખી એ જિંદગી નથી,
કારણ વગર "આનંદ" વગોવાઈ જાય છે.
વિનોદ નગદિયા (આનંદ)
એ રસ્તો ક્રોસ કરીને ચાલતોજ હતો કે અચાનક થંભી ગયો. દૂર એક શાકભાજી ની લારી પાસે એ ઉભી હતી અને કાછીયા સાથે કંઈ રકઝક કરતી હતી. એના હાથમાં સરસ મઝાનો ઓળો (ભરથું) થાય એવું મોટું રીંગણ હતું.એને હથેળી થી ગોળ ગોળ ફેરવતી હતી અને કાછીયા સાથે કંઈ રકઝક કરતી હતી. એની રકઝક કરવાની એજ મોહક અદા, એજ છણકો ,આખા શરીરે એક ઝણઝણાટી વ્યાપી ગઈ. કંઈ પણ લીધા વિના છેવટ એ ચાલી ગઈ. લગભગ દોડતી ચાલે એ શાકની લારી પાસે પહોંચ્યો, અને આડા અવળા શાકભાજી ના ભાવ પૂછી ને છેવટે એ જ રિંગણ ખરીદી લીધું.
ઘેર પહોંચતા સુધીમાં તો થેલીમાં હાથ નાંખી નાંખી ને એ રિંગણ ને કેટલીય વાર ભાવથી પંપાળ્યું . રાત્રે એ રિંગણ ને મન ભરી ને ચૂમવું છે, એવું મનોમન નક્કી કરીને ઘરમાં કોઈને ખબર ન પડે એ રીતે ફ્રીઝમાં છેક અંદર સુધી સાચવી ને મુકી દીધું .
સાંજે ઇવનિંગ વોક માં થોડું મોડું થઈ ગયું હતું.
શ્રીમતી નો ફોન પણ આવી ગયો, કેમ મોડું થયું? જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. " થાળી પીરસ , હું હમણાંજ પહોંચુ છું " એણે કહ્યું.
ઘેર થાળીમાં બાજરાનો રોટલો અને રીંગણા નો મઘમઘતો ઓળો પીરસાયેલો તૈયાર હતો.
"અરે આ ઓળો !" " કેમ બપ્પોરે તમેજ તો લઈ આવ્યા હતાં,ફ્રિઝમાં પડ્યો હતો, તમને બહુ ભાવે છે ને ! મને એમ કે સાંજે તમારે ઓળોને રોટલો ખાવો હશે એટલે....."
"અરે! આજે તો મિત્રો સાથે સાંજે પાણી પૂરી ને સેવપુરી ની જોરદાર પાર્ટી કરી છે. ઓવર ઇટીંગ થઈ ગયું છે.આજે રહેવા દે, જરા પણ ભૂખ નથી." ..કહીને એણે મ્હો ફેરવી લીધું, ઝળઝળીયા ગાલ પર ઉતરી આવે એ પહેલાં....
વિનોદ નગદિયા (આનંદ)
ચારે તરફ અજવાસ છે,
ભીતર તમસ બાકી નથી.
જગતે કદી દુખવી ન હો,
એવી કોઇ નસ બાકી નથી.
કોને ખબર અવસર હજી,
પાછળ સરસ બાકી નથી !
ગઝલો ભરી ને પી લીધો,
"આનંદ" રસ બાકી નથી.
વિનોદ નગદિયા (આનંદ)
વિનોદ નગદિયા (આનંદ)
તારા દરદ છે દોહ્યલા ના કોઈ પણ એ લઈ શકે કદી,
કરતો રહે એની દવા પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.
આ દોસ્ત તો રંગીન છે લોકો બધા કહેતા રહે છતાં,
મેણાં ભલે વાગે ઘણાં પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.
મોં પર મળે મીઠાં શબદ ને પ્રેમના દેખાવ પણ ઘણાં,
મળતા હશે પાછળ દગા, પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.
"આનંદ"ને દઈ આંસુના દરિયા અને વચ્ચેથી છોડ માં,
લઈલે હજી લેવી મજા પણ દોસ્ત રિસાઈ જાતો નહીં.
વિનોદ નગદિયા (આનંદ)
નામ કોઈ સ્વપ્નમા આવે પરાણે કે તરત,
ઊંઘમાં પડખું ફરાઈ જાય એ કેમ ચાલે ?
કોઈ મારા હાથને જ્યાં પ્રેમથી બસ અડે ત્યાં,
આંખમાં પાણી ભરાઈ જાય એ કેમ ચાલે?
ચોટ પણ આપો અને વહેવાર પણ બંધ સઘળો?
આમ સંબંધો હવાઈ જાય એ કેમ ચાલે?
દાહ તો શમ્યો છતાંયે ઝંખના એની જ છે,
કોઈ ગમતાં ઘા રૂઝાઈ જાય એ કેમ ચાલે ?
વિનોદ નગદિયા (આનંદ)